નસ્તરથી બિસ્તર સુધી… – સુરેશ જાની

શુળ થયું તો નસ્તર મુક્યું
દિલના આ નાજુક નસ્તરને કયા દોરથી સાંધુ ?

વસ્ત્રો ડંખ્યા, અસ્તર મુક્યું
દિલના આ કાતિલ ડંખને કયા અસ્તરથી સાંધુ ?

માસ્તરના ગુણ કદી ન ભૂલું
કોઈ મને માસ્તર કહેતું તો શા માટે લાજું ?

‘વિસ્તર’ કહેતાં જગત વિસ્તર્યું
કૃપણ દિલના સીમાડાને શી રીતે વિસ્તારું ?

બિસ્તર બાંધી જગ તો જોયું
બિસ્તર પરથી ઊઠી ગયા તો, ક્યાં મુજ પગલી પાડું ?

Advertisements

3 responses to “નસ્તરથી બિસ્તર સુધી… – સુરેશ જાની

  1. I want to put an explanatory note.
    The first line discretely refers to the event of birth.
    The last line naturally refers to death.
    The journey of whole life is covered discretely.

  2. સુરેશ જાની એ લખેલ કવિતા ખૂબ જ સુંદર છે દરેક માનવી ખાલી હાથે આવ્યો છે અને ખાલી હાથે પાછો જવાનો છે. પછી તવંગર હોય કે ધનિક હોય ખૂબ જ સુંદર….