હાસ્યનો હલવો

“હું દિવસમાં બે વાર દાઢી કરું છું.”
”હું આખો દિવસ દાઢી કરું છું”
”કેમ બીજું કંઈ કામ નથી હોતું ?”
“એ જ કામ છે. હું વાળંદ છું !”

*****

કાકા : ‘અરે ભાઈ, મારા કૉમ્પ્યુટર માટે સારામાંના પડદા આપજો ને !
દુકાનદાર : ‘કાકા, કૉમ્પ્યુટરના પડદા વિશે તો સાંભળ્યું નથી. કૉમ્પ્યુરરમાં વળી પડદાની શી જરૂર ?’
કાકા : ‘અર ભાઈ, મારા કૉમ્પ્યુટરમાં ‘વિન્ડો’ છે !’
*****

મુરખ હવામાં મહેલ બાંધે છે.
ચસકેલ એમાં રહે છે.
મનોચિકિત્સક એનું ભાડું વસૂલ કરે છે.
*****

બાપુની ઘોડી દેવ-મંદિરના વાતાવરણમાં ઊછરેલી એટલે એને કહો કે ‘ભગવાનની દયા છે’ કે તરત જ દોડવા માંડે અને ‘હે ભગવાન’ કહો એટલે થંભી જાય. બાપુએ એક માલદારને આ ઘોડી વેચી અને એની વિશેષતા કહી. માલદાર ઘોડી ઉપર બેઠો અને બોલ્યો, ‘ભગવાનની દયા છે.’ તરત ઘોડી પૂરપાટ દોડવા માંડી. સામે ઊંડી ખીણ આવી એટલે માલદાર ગભરાયો, એણે ઘોડીની લગામ ખેંચી પણ એ એટકી નહીં. આખરે ખીણની બરાબર ધાર ઉપર એનાથી રાડ પડી ગઈ, ‘હે ભગવાન’. તરત ધોડી ઊભી રહી ગઈ. ખુશ થઈને માલદાર બોલ્યો : ‘ભગવાનની દયા છે.’

*****

પુત્ર : ‘કાયદો પુરુષોને બે પત્ની કરવાની કેમ ના પાડે છે ?’
પિતા : ‘બેટા, જેને રક્ષણની જરૂર છે તેને કાયદો આ રીતે રક્ષણ આપે છે !’
*****

મૂરખલાલ : ક્યાં સુધી ભણ્યા છો ?
મગનલાલ : બી.એ.
મૂરખલાલ : કમાલ કરો છો યાર ! માત્ર બે અક્ષર જ ભણ્યા છો ! અને એ પણ ઊંધા !

*****

સાધુ : હે ભગવાન ! તુ મને દુ:ખ દે, દર્દ દે, આખી દુનિયાની પીડાઓ દે, કષ્ટ દે, તકલીફ દે.
ચેલો : બાબા, આપ એકસાથ ઈતની સારી ડિમાન્ડ ક્યું કરતે હો ? એક બીવી હી માંગ લો ના…. ફિર ભગવાન કો કુછ નહીં કરના પડેગા…

*****

સંતાસિહ એની પ્રેગનન્ટ પત્નીને ‘પીઝા હટ’ ની દુકાન પર કેમ લઈ ગયા, ખબર છે ? કારણકે ત્યાં બહાર બોર્ડ માર્યું હતું કે ‘ફ્રી ડિલિવરી’

*****

બુધ્ધુરામ : ડૉકટર, મારે એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે !
ડૉકટર : શું થયું ?
બુધ્ધુરામ : વાત કરતી વખતે મને માણસનો અવાજ સંભળાય છે, પણ જોઈ શકાતો નથી.
ડૉકટર : આવું કેટલા વખતથી થાય છે ?
બુધ્ધુરામ : જ્યારથી ઘરમાં ટેલિફોન આવ્યો છે !

*****

ડૉકટર મગન નર્સના પ્રેમમાં પડ્યા. એણે નર્સને પ્રથમ પ્રેમપત્ર લખ્યો : I Love you sister !

*****

એવી કઈ વસ્તુ છે જે ફૂટે છે પણ અવાજ નથી કરતી ? : ‘પરિક્ષાનું પેપર’.

Advertisements

One response to “હાસ્યનો હલવો

  1. joke:

    rbadidevi computerised her office after she became CM . one day lalu yadav got on computer – for about one hour he look at screen and then keyboard, screen and kyboard ……..

    after getting tired he left computer and talked to rabdi – saala computerwale ne galat programme banaya hai – bolta hai “Press Any key to continue” per mjujhe to koi ANY key nahi dikhai di