ઘરગથ્થુ નુસખાઓ : ભાગ-2 – સ્વામી રામદેવજી મહારાજ

શ્રી રામદેવજી મહારાજ [ થોડા સમય પહેલા મુકેલ ઘરગથ્થુ નુસખાઓ ભાગ-1 વાંચો ]

 • ઘુંટણની પીડા દૂર કરવા રોજ સવારે ખાલી પેટે ત્રણ કળી લસણ મલાઈમાં વાટી લો. હવે તેમાં મધ અને એક ચમચી ખાંડ નાખો અને તેને પાણી સાથે લો. આમ કરવાથી ધુંટણની પીડામાં રાહત થશે. જ્યાં સુધી આરામ ન મળે ત્યાં સુધી આ ઔષધિનો પ્રયોગ કરો.
 • શરીરમાં સુકાપણું કે અનાવશ્યક ગરમીના કારણે વાળ તૂટે છે. રાત્રે સુતા પહેલા આંગળીઓથી લીમડાનું તેલ વાળની જડોમાં લગાવી માલિશ કરવાથી વાળની જડો મજબુત થાય છે અને વાળનું ખરવાનું અટકે છે.
 • આંખોમાં થતી આંજણી દૂર કરવા માટે લસણની એક કળી છોલીને તેની અણી ફોલ્લી પર હળવેથી, આંખથી થોડું દૂર રાખીને લગાવતાં રહો. આ પ્રયોગ સવારથી રાત સુધીમાં 4 વખત કરો. બીજે દિવસે સવારે ઉઠશો ત્યારે ફોલ્લી ગાયબ થઈ ગઈ હશે.
 • રોજ નિયમિતરૂપે નાસ્તામાં એક અને સાંજના જમણમાં પણ એક સફરજન લેવાથી કબજીયાતનો નાશ થાય છે.
 • વળિઆરી 12 ગ્રામ અને સફેદ જીરૂ 6 ગ્રામ લો. બંન્ને ઝીણું વાટી 12 ગ્રામ ખાંડ મેળવી બાટલીમાં મૂકી દો. સવાર અને સાંજ એક ચમચી ઠંડા પાણી સાથે લેતા રહો. 10-15 દિવસ ના સેવનથી પેટનો આફરો વગેરે નષ્ટ થશે અને જેમને ભોજનથી અરૂચી થઈ ગઈ હોય અથવા ભોજન પછી ઉલ્ટી થઈ જતી હોય, એમને માટે પણ આ ચૂર્ણ લાભદાયક રહેશે.
 • ખાવા-પીવાના દોષથી હેડકીની ફરીયાદ થવા લાગે છે. આવામાં 4 નાની એલચી છિલકા સમેત કૂટી એને 500 ગ્રામ પાણીમાં નાખીને ઉકાળો. જ્યારે પાણી 200 ગ્રામ જેટલું રહે ત્યારે ઉતારી, કપડાથી ગાળીને લો. રોગીને આ પેય નવસેકું એક જ વાર પીવડાવવાથી હેડકી બંધ થાય છે.
 • પેશાબ ઓછો આવવો એ પણ એક જાતનો રોગ છે. પેશાબ ઓછો આવવાની ફરિયાદ હોય, તો બે નાની એલચીનો પાવડર ફાકી દૂધ પીવો. આમ લેવાથી છૂટથી પેશાબ આવે છે અને મુત્ર-દાહ પણ બંધ થઈ જાય છે.
 • આગથી દાઝ્યા પર તરત જ ગ્લીસરીન લગાવવાથી દુ:ખાવો નથી થતો, છલા નથી પડતા તેમજ ચામડી લાલ નથી થતી.
 • દાંતમાં પાયોરિયા હોય અથવા પીડા હોય, તો રાઈના નવસેકા પાણીથી કોગળા કરવાથી આરામ મળે છે.
 • બાળકોને અડધીથી એક રતી સવાર-સાંજ એક બદામ ઘસીને દેવાથી એમને શરદી-સળેખમ થતા નથી.
 • ચહેરો, ગળું અને હાથની ત્વચાની રક્ષા માટે લીમડાના પાન અને ગુલાબની પાંખડીઓ, સરખી માત્રામાં લઈ, એમાં 4 ગણું પાણી નાખી પલાળો. સવારે આ પાણીને એટલું બધું ઉકાળો કે માત્ર 1/3 ભાગનું પાણી બચે. હવે જો આ મિશ્રણ 100 મિ.લી હોય તો લાલ ચંદનનો બારીક પાવડર 10 ગ્રામ નાખી, ભેળવી દો. તૈયાર થયેલા મિશ્રણને ફ્રીજમાં એક કલાક રાખો. હવે આ પાણીમાં કપાસના પોતાને ભીંજવી ચહેરાને સાફ કરો. હલકા હાથે દબાવીને સાફ કરવું. આંખોની નીચે કાળા ડાઘ હોય તો બદામનું લેપ રાત્રે સુતી વખતે આંગળીથી 5 મિનિટ હળવા હાથે મસળતા આંખોની નીચે લગાવો. એક અઠવાડિયાના પ્રયોગથી જ ચામડીમાં નિખાર આવે છે અને આંખોની નીચેના આ કાળા ડાઘ પણ નીકળી જાય છે.
Advertisements

8 responses to “ઘરગથ્થુ નુસખાઓ : ભાગ-2 – સ્વામી રામદેવજી મહારાજ

 1. can u write how to improve weight? thank you

 2. My daughter has problem of bed wetting. please give some details on bed wetting problem.
  regrds

 3. Can you give me good tip about Obesity? and please let me know from where to get fresh leaves of Ashwagandha which is useful in obesity.

  Thank you

 4. I am 75. My feet(soles)feel tight and numb since last two weeks .there is no neurological problem.I am on neurotropic vitamins.can any suggest holistic treatment(yota,accupressure,naturopatht ,Hydropathy)I am having insomnia.I have to take .5mg.Restyl and 4pills of coffea(a hoemiopathic medicene. I would like to get sleep without these drugs.Can any one suggest any treatment for this ailment.

 5. i am 10 yrs mara hair fall thai che toa what to i do

 6. Can give some upchar for high blood pressure..Please…