મોતનાં ફરમાન – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યાં,
જો નીકળ્યાં તો સાથે લઈ જાન નીકળ્યાં.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે આંસુઓ તોફાન નીકળ્યાં.

એ રંગ જેને જીવ સમા સાચવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યા.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’ એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

5 responses to “મોતનાં ફરમાન – અમૃત ‘ઘાયલ’

 1. Simply
  Fantastic….

  Nothing more abt it………

 2. JAWAHARLAL NANDA

  NICE! NICE ! ! MAJAA AAVI GAYI

  BAHUJ SARAJ KAVITA

  AATMA FRESH THAYI GAYI

 3. kinchit desai

  aa kavya vachine lagyu ke farithi hu mara vatan ma pochi gayo. bahuj saru kam karo chho bas avi ritne aagad vadhata raho.

 4. સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે

 5. સમય વહી જાય છે, જીવન વીતી જાય છે, સાથી ના સાથ છૂટી જાય છે, આંખ માંથી આંસુ વહી જાય છે, જીવન મા મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે ..its true…!…pan je yaad rahi jaay chhe e zindgi bhar bhulata nathi..!!!