પ્રેમ – ઍરિક ફ્રોમ

દરેક સંબંધમાં પ્રેમ હોવો જરૂરી નથી. તે જ રીતે જ્યાં પ્રેમ હોય ત્યાં સંબંધ હોવો જરૂરી નથી કારણકે સંબંધ સમાજે ઊભો કરેલો ખ્યાલ છે જ્યારે પ્રેમ એક આધ્યાત્મિક બાબત છે. પ્રેમને પ્રેમ તરીકે રાખો. કોઈ નામ આપી દેવાની અધીરાઈથી બચો. તમારો તમારી સાથે શો સબંધ છે ? તમે તમારા શું છો ? તમારા જેવો તમારી સાથે નામ વગરનો સંબંધ છે તેવો જ અન્ય વ્યકિત સાથે કેમ ન હોઈ શકે ?

*****

અપરિપક્વ પ્રેમ કહે છે, ‘હું તને ચાહું છું કારણકે મને તારી જરૂર છે.’ પરિપક્વ પ્રેમ કહે છે, ‘મને તારી જરૂર છે કારણકે હું તને ચાહું છું.

*****

જેના જીવનમાં પ્રેમ પ્રવેશે છે તેને નથી સુખની ભૂખ રહેતી, નથી રહેતી દુ:ખની ચિંતા.

*****

હું સુંદર છું તેથી તેઓ મને પ્રેમ નથી કરતા, તેઓ મને પ્રેમ કરે છે તેથી હું સુંદર છું.

*****

સ્વસ્થ પ્રેમમાં એકબીજા પર છાપ પાડવાની કોઈ શક્યતા જ ઊભી થતી નથી કેમ કે પ્રેમ પોતે જ એવો પ્રભાવશાળી છે કે આપમેળે તે બંને વ્યક્તિને પ્રકાશિત કરી મૂકે છે.

*****

પ્રેમ એક એવો જાદુ છે જેમાં બે વ્યક્તિઓ એક થાય છે છતાં તેમનામાં વ્યક્તિ તરીકે એક અનન્યતા નિર્માણ થાય છે. સાચા પરિપક્વ પ્રેમનું આ જ લક્ષણ છે. બંનેની અનન્યતા, એકાંત, સ્વાવલંબન, સ્વતંત્ર્યતા બધું જ અકબંધ રહે છતાં બંને અદ્ભુત રીતે ઐક્યનો અનુભવ કરે.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.