ધમાચકડી

(1)

એક ભાઈ બહુ વર્ષો પછી તેમના એક ખાસ મિત્રને ઘરે મળવા ગયા. તેમણે તેમના મિત્રને પૂછ્યું.
“શું કરે છે તમારા ત્રણે પુત્રો ?”
“એક ડૉકટર છે, બીજો ઍન્જિનિયર છે અને….”
“ઓહો ! એક ડૉકટર, બીજો ઍન્જિનિયર… શું વાત છે ? ઘણું જ સરસ. અને ત્રીજો શું કરે છે ?”
“ત્રીજો રીક્ષા ફેરવે છે”
“અરે ! ત્રીજો રીક્ષા ફેરવે છે ? તો તો તમને એની બહું ચિંતા થતી હશે, ખરું ને !”
“હાસ્તો વળી, તેની ચિંતા તો થાય જ ને ! કારણકે તેના એકલાની આવક પર જ ઘર ચાલે છે.”

(2)

“તમારા દાદા કેવી રીતે મરી ગયા ?”
”બસ. કાંઈ હતું નહિ. દૂધ પીતા હતા અને મરી ગયા.”
“દૂધ પીતા હતા ને મરી ગયા ? એ વળી કેવીરીતે ?”
“એમાં થયું શું… દૂધ પીતા હતા અને ભેંસ બેસી ગઈ.”

(3)

“શું કરે છે તમારો દિકરો ?”
“બસ, આ વખતે સ્ટેટસમાં ગયો.”
“એમ ? તો તો ઘણું સરસ. અત્યારે તો ઘણા લોકો સ્ટેટસમાં (યુ.એસ.એમાં) જાય છે. ચલો. હવે હું ઘરે જાઉં. મને મોડું થાય છે. જરા એક રીક્ષા બોલાવી દો ને. ”
“હા. હું ચુનિયાને કહું છું…. એ તમને રીક્ષામાં બેસાડી દેશે.”
“અરે ! પણ, તમે હમણાં તો કહેતા હતા કે તમારો દિકરો સ્ટેટસમાં ગયો ? તો અહીં ક્યાંથી આવ્યો ?”
“ભાઈ, હું તો એમ કહેતો હતો કે તે સ્ટેટસમાં ગયો એટલે સ્ટેટિસ્ટિક્સ વિષયમાં ફેઈલ થયો….. તમે શું સમજ્યા ?”

(4)

શિક્ષકે બન્ટીની પરીક્ષા લેવા પ્રશ્ન પૂછયો : બન્ટી, જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : નહીં, ધ્યાન દઈને સાંભળ. જો હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : તને બીજી રીતે કહું. જો હું તને બે લખોટી આપું, બીજી બે લખોટી આપું અને વળી પાછી બે લખોટી આપું તો તારી પાસે કુલ કેટલી લખોટીઓ થશે ?
બન્ટી : છ !
શિક્ષક : સારું ! હવે હું તને બે ગાય આપું, બીજી બે ગાય આપું અને વળી પાછી બે ગાય આપું તો તારી પાસે કુલ કેટલી ગાયો થશે ?
બન્ટી : સાત !
શિક્ષક : ત્રણ વખત બે ગાયોનો સરવાળો તું સાત કરે છે ?
બન્ટી : મારી પાસે એક ગાય તો છે જ !

Advertisements

8 responses to “ધમાચકડી

 1. Good jokes, keep posting these type of pure jokes

 2. Email : hitesh_1983_vasani@yahoo.co.in
  mere marne ke bad meri yaad aye to mere dost…! aasun mat bahana
  sidhe upar chale aana aur me na milu,,,,,,, to samjna jaha tum khade ho log use nark kehte hai…………….

 3. pretty nice mate,

  All jokes r new.

  keep it up

 4. lololol, very funny jokes..
  thanks keep it up!!!!!

 5. Reaiiy beautiful
  post more

 6. Plese send more
  fantastic all of above

 7. khob j saras. Post more