થોડા દિવસ – મનહરલાલ ચોકસી

સૌ કહે છે કે રહે છે ચાંદની થોડા દિવસ,
તોય લાગે છે મઝાની ઝિંદગી થોડા દિવસ.
હે વિધિ ! તું આપ મુજને એ ફરી થોડા દિવસ,
મોકલ્યા જે સ્નેહના મારા ભણી થોડા દિવસ.
આપ જ્યારે જાઓ છો મુજને તજીને હે સનમ !
એમ માનું છું કે ‘છે આ ઝિંદગી થોડા દિવસ.
સ્વર્ગ છોડીને ધરા પર આવવું પડશે પ્રભુ,
હું જપું માળા તુજ નામની થોડા દિવસ.
ઝિંદગીભર હું રુદન કરતો રહ્યો ‘મનહર’ અહીં,
ભૂલવા કોઈનો ગમ ગઝલો લખી થોડા દિવસ.

Comments are closed.