કરવું નથી – નરેન્દ્રકુમાર શુક્લ ‘ગોરખ’

લઈ શકે ના હૂંફ હૈયું એ નમન ગરવું નથી,
જિંદગી જા, કોઈનું શરણું હવે કરવું નથી.
ઝૂરતાં જોયાં બજારે નેહ, અશ્રુ અને નજર,
રે સ્મરણ એવા જગતનું કોઈ સંઘરવું નથી.
આગ પીને હેમ સમ કંઠાભરણ થાવું હતું,
રાખ થઈ જાવા હ્રદયને આગમાં ધરવું નથી.
પંથ ખુદ ભરખી રહ્યા ને ભૂલવે સંગાથ જ્યાં,
તો ચરણ પાછાં વાળો, ડગલું ત્યહીં ભરવું નથી.
ઝંખનાના જામનો જાણે નશો સંસાર આ !
સૌ મરે એવી રીતે આ જીવને મરવું નથી.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.