એક કલાક – અનુ. મૃગેશ શાહ

[ શ્રીરાજેશભાઈ ભોંકીયા (અમદાવાદ)તરફથી સાભાર. અનુવાદ : મૃગેશ શાહ ]

એક દિવસ એક ભાઈ ઓફિસેથી મોડા ઘરે આવ્યા. તે થાકેલા અને થોડા ચીડાયેલા હતા. પાંચ વર્ષનો તેમનો પુત્ર રાહ જોતો દરવાજા પાસે ઊભો હતો. જેવા પિતા આવ્યા કે તરત તેણે સવાલ પૂછયો :
પુત્ર : “પપ્પા, હું તમને એક સવાલ પૂછું ?”
પિતા : “પૂછ. શું પુછવું છે ?”
પુત્ર : “પપ્પા, તમે એક કલાકના કેટલા કમાઓ છો ?”
પિતા : “એ જોવાનું તારું કામ નથી. તું મને આવા સવાલો કેમ કરે છે ?”
પુત્ર : “મારે ખાલી જાણવું છે. પ્લીઝ. કહો ને ! તમે એક કલાકના કેટલા કમાઓ છો ?”
પિતા : “હું કલાકના 500 કમાઈ લઉં છું.”
તે નાના બાળકે માથું નીચે ઝુકાવીને કહ્યું : “ઓહ !”. તેણે ફરી પિતા તરફ જોયું અને કહ્યું :
પુત્ર : “શું તમે મને 300 રૂપિયા ઉછીના આપશો ?”
પિતા એ એકદમ ગુસ્સાના આવેશમાં આવીને કહ્યું : “જો તું રમકડાં લાવવા કે ખોટા ખર્ચા કરવા માટે મારી પાસે પૈસા માંગતો હોય તો ખબરદાર ! ચૂપચાપ તારા રૂમમાં ચાલ્યો જા અને સીધો જઈને સુઈ જા. તું આટલો બધો સ્વાર્થી ક્યારથી થઈ ગયો ? હું એકએક પૈસા માટે રાત-દિવસ સખત મહેનત કરું છું અને તારે પૈસા ઉડાવવા છે ?

બાળક ચુપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેણે બારણું આડું કર્યું. આ બાજુ તેના પિતા ઘરમાં આવ્યા. છોકરાના પ્રશ્ન ને વિચારીને વધારે ગુસ્સે થયા. તેઓ મનમાં જ બબડવા લાગ્યા કે આ છોકરાની પૈસા માંગવાની હિંમત જ કેવી રીતે ચાલી ?…….વગેરે..વગેરે..

આશરે કલાકેક નો સમય વિત્યો હશે. ગુસ્સો ઠંડો પડતાં તેમણે શાંતિથી વિચાર્યું કે : “આમ તો તે પૈસા કદી માંગતો નથી પણ આજે તેને કોઈ ખાસ અગત્યની વસ્તુ લાવવાની હશે એટલે કદાચ 300 રૂપિયા માંગ્યા હોય – એમ બને.” પોતે કરેલા ગુસ્સાનો પસ્તાવો થતા તેઓ ઉભા થઈને પુત્રના રૂમ તરફ ગયા. બારણું ખોલીને પુત્રને પૂછયું : “બેટા, ઊંઘી ગયો કે શું ?”
પુત્ર : “ના પપ્પા, હું જાગું છું.”
પિતા : “હું એ વિચારતો હતો કે મેં તારી પર ખોટો ગુસ્સો કર્યો. હું આખા દિવસનો થાકેલો અને ચીડાયેલો હતો. એ બધો ગુસ્સો ભૂલથી તારી પર નીકળી ગયો. આ લે તેં માગ્યા હતા એ 300 રૂ.”

બાળક 300 રૂપિયાની વાત સાંભળીને પથારીમાંથી ઝડપથી બેઠો થઈ ગયો. તેણે જોરથી બૂમ મારી, હસ્યો અને પિતા તરફ જોઈને બોલ્યો : “પપ્પા. તમારો ઘણો આભાર.” આમ કહી તેણે ઓશિકા નીચેથી ગડી વાળેલી નોટો કાઢી અને તેમાં આ 300 રૂ. મૂક્યા. પિતા એ આ જોયું. તેમને થયું કે જો આની પાસે પહેલેથી જ આટલા પૈસા છે તો તેણે મારી પાસે બીજા પૈસા કેમ માંગ્યા ? તેમને ફરી ગુસ્સો આવ્યો. બાળકને ધીમે ધીમે પૈસા ગણતો જોઈને તેઓ ચીડાઈને બોલ્યા : “જો તારી પાસે પહેલેથી જ આટલા પૈસા હતા તો તેં મારી પાસે માંગ્યા કેમ ?

બાળકે કહ્યું : “પહેલા મારી પાસે પુરતા પૈસા નહતા. પણ હવે છે. મારી પાસે હવે 500 રૂપિયા પૂરા છે. હવે હું આપનો એક કલાક ખરીદી શકું ? પપ્પા પ્લીઝ, આવતીકાલે એક કલાક વહેલા ઘરે આવજો, મારે તમારી સાથે જમવું છે. મને મહિનામાં એકપણ દિવસ તમારી સાથે જમવાનું નથી મળતું. હું તમને એક કલાકના પૈસા આપી દઈશ.”

પિતા બાળકની વાત સાંભળીને થોડીવાર તો સ્તબ્ધ બની ગયા. તેમને પોતાની ભૂલ સમજાઈ. છેલ્લે તેઓ પ્રેમથી બાળકને ભેટી પડ્યા ત્યારે તેમની આંખોના ખૂણા ભીંજાઈ ગયા.

આ કથાનો બોધ એટલો કે જીવનમાં આપણે બધા જ સખત મહેનત કરીએ છીએ પણ એનો અર્થ એમ નથી કે સમય આપણા હાથમાંથી સરકી જાય અને આપણે આપણા નજીકની વ્યક્તિઓને તેનો થોડો ભાગ પણ ના આપી શકીએ ! કાલે જ્યારે આપણે આ દુનિયામાં નહીં હોઈએ ત્યારે જે કંપનીમાં આપણે નોકરી કરતા હતા, એ કંપની તો થોડાક દિવસોમાં કોઈ બીજા વ્યકિતની નિમણુંક કરી દેશે, પણ જે કુટુંબીજનો અને મિત્રોને આપણે આપણી પાછળ છોડી જઈશું તેમને તો આપણી ખોટ જીવનભર રહેવાની. આપણે આપણી જાતને કુટુંબ કરતાં કામધંધામાં વધારે ઓતપ્રોત કરી દઈએ છીએ. આ બાબતે ગંભીરતાથી વિચારવા જેવું છે.

Advertisements

11 responses to “એક કલાક – અનુ. મૃગેશ શાહ

 1. This Very Good Stroy to Learn. This right time to give enough time to kids. when they grow then you had time but they are very busy and also that time we angry that our kids are not good. so please give sufficient time to kids at right age at right time. This story is not only belongs to our kid but also affected to our wife also. they also suffering more. Thanks for good story

 2. Nice story .. Every one should be inspired that nothing is important than family life .

 3. I had read it earlier, but it was a pleasure to read it once again in our mother tongue.
  I felt as if the story also tells us that we should have a few minutes in our life with our sweet mother ‘Gujarati’.

  You are doing a good service to Gujarati diaspora.
  Wish you best luck.

 4. Dear Sir,

  This is really nice story. And unfortunately i was blessed by one baby boy last month. So, i m lucky to read you article. And i will definately spare my reliable time with my family as till today i am used to work overtime in the office. Thank you very much and for writing this article. And thank u verymuch to Shri Rajeshbhai Bhonkiya who has given me this site.

 5. it is right story for the new generation bcoz money is not everything

 6. this story or msg is really wonderful. it touches direct to the heart. after reading this story, i change my today’s schedule n i will go home early today at evening at take dinner with whole family.

  i think everyone has to manage his/ her shedule on that base bcaz this is true life.

  thnks n regards from pranav varma , computer faculty

 7. Hey Mrugesh, very touching!! I’ll remember this always… Our dear ones have much more importance than money!!!

 8. Omg, Wow…
  Very Heart-touching story..
  it’s very true though, our post will be given to someone else and they won’t even remember one day but our family members always will…

 9. nice job.a child want us only time from us.if we cant give it.we cant get it from their in future.
  this type of articles should be published more and more.awareness must come. money is not everything in life. so i must congratulate u 4 selection of nice article.well done.and keep it up.

 10. shri maan Mrugeshbhai shah
  tamari EK KALAK wanchi ne mara jewa ghana badha ne temna kutumbijano mate na 500/ Rs. na kalak ni kimat kadach manwa male to chokkas tame dhanywad ne patra chho… pl.aawi j rit ni nani nani pan tej dhar wali note-varta manvi gamshe….
  tamone fari thi dhanyawad….
  mrugesh shah ne laine ame ek gujarati site manwane nasibdar banya……thanks a lot……