પુરણપોળી (વેઢમી) – કોકિલાબેન શાહ

[માપ : ત્રણ વ્યકિત માટે]

સામગ્રી :

1 વાટકી તુવેરની દાળ.
1.5 વાટકી ખાંડ
2 ચમચી નાયલોન કોપરાનું છીણ
1 ચમચી ખસખસ

રીત :

સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફવા મુકવી. આ માટે જેટલી દાળ હોય એટલા પ્રમાણમાં પાણી મુકવું. કુકરને ચાર સીટી વગાડવી. થોડીવાર બફાયા પછી તેને કુકરમાંથી કાઢી લેવી. આ બફાયેલી દાળને નોન્સ્ટીક વાસણમાં તેલનો હાથ લગાડી ગેસ પર મધ્યમ તાપે મુકવી. હવે તેમાં ખાંડ નાખીને સતત હલાવતા રહેવું. થોડા સમય બાદ જ્યારે ખાંડનું પાણી બરાબર બળી જાય અને ગોળી વળી શકે તેવું પુરણ તૈયાર થઈ જાય એટલે તેને તરત ગેસ પરથી ઉતારી લેવું. આ રીતે તૈયાર થયેલા પુરણને એક થાળીમાં કાઢી તેની ઉપર પહેલા ખસખસ અને તે પછી કોપરાનું છીણ ભભરાવવું.

હવે ઘઉંના લોટમાં સહેજ મ્હોણ નાખીને રોટલીનો લોટ બાંધવો. લોટને તેલનો હાથ મારીને સરખો કરવો. તેના લુઆ બનાવીને પહેલા પુરી જેટલું વણવું. તે પછી તેમાં પુરણ ભરીને તેને ચારેબાજુથી બંધ કરી, સહેજ દબાવી, ફરીથી મધ્યમ કદનું વણી લેવું. આ રીતે તૈયાર થયેલી પુરણપોળીને તવા પર શેકી લેવી. તવા પરથી ઉતારીને તેની પર ઘી ચોપડી લેવું. આ પુરણપોળીને કઢી-ભાત કે દાળ સાથે ઉપયોગમાં લેવાથી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

Advertisements

2 responses to “પુરણપોળી (વેઢમી) – કોકિલાબેન શાહ

  1. a good item, I have a question to ask. What if quantity of water is more in cooked dal? what is to be added to that boiled dal to make it hard so that ball can be made after adding sugar and stir it on burner.

  2. hiii i m living in london. nd i m single, but i m living with two newly married couple. we r desperate for indian food but we used to have many quaries about indian food recipes, but now thanx to readgujarati nw we r nt having quries ne more n we can make food easily.