વિકસવું અને વિસ્તરવું – મૃગેશ શાહ

વિચારશક્તિ એ કુદરતની મનુષ્યને સહુથી અણમોલ બક્ષિસ છે. વિચારવું એટલે વિસ્તરવું નહિ, પણ વિકસિત થવું, આભને આંબવું. બાગની લોન, છોડની ક્યારી – એ બધું વિસ્તાર છે, વિકાસ નથી. વિકાસ એટલે આંબો, નાળિયેરી, આસોપાલવ, વડલો વિગેરે. એનાં મૂળ ઊંડે પહોંચી ગયેલા હોય, ડગે નહિ. છાયાં આપે અને મધુર ફળોનો રસ પણ આપે.

મનુષ્યની બુધ્ધિ જ્યારે વિસ્તરે, ત્યારે તે પદ પામે, પ્રતિષ્ઠા પામે, પૈસો મેળવે. પણ આ તો છોડની ક્યારીઓનો વિસ્તાર ! ન છાંયો મળે ન રસ. વ્યકિત જો ભણેલો અને પદપ્રતિષ્ઠિત હોય છતાં અંધશ્રધ્ધાળુ હોય, દોરા-ધાગામાં માને, ભવિષ્યની ચિંતામાં ડૂબેલો રહે અને ડરપોક દેખાય, તો સમજવું કે તે વિસ્તરેલ છે, પણ વિકસેલ નથી. બુધ્ધિ જ્યારે વિસ્તરવાને બદલે વિકસે ત્યારે વ્યકિત શાંત, સહનશીલ, શ્રધ્ધાવાન અને દૈવીગુણોની સંપદાને પામનારો બને. તે પોતે તો તૃપ્ત હોય જ અને સાથે સાથે પોતાની છાંયામાં રહેનાર પોતાના કુટુંબ અને મિત્રવર્ગને પણ છાંયો આપનારો બને, રસ આપે. એવા વ્યકિતના મૂળ ખૂબજ ઊંડા હોય, તેના વિચારોમાં દ્રઢતા હોય. વિકાસ એ આંતરિક વસ્તુ છે.

બુધ્ધિ બંને કામ કરી શકે, વિસ્તૃત થઈ શકે અને વિકસિત પણ થઈ શકે. એનો જેવો ઉપયોગ કરવામાં આવે તેની પર બધો આધાર રહે. હવે આપણે એ નકકી કરવાનું કે આપણે વિસ્તરવું છે કે વિકસવું છે ?

Advertisements

One response to “વિકસવું અને વિસ્તરવું – મૃગેશ શાહ

  1. it is the society of “vistarit ” people. “vikasva” no vichar pan tyare j aave jyare etli khabar pade k je chhe te maatr vistaar chhe. vikas nahi.
    i was reading a book on positive thinking by norman vincent pele…there is a thougt on “thought conditioner” what we need is that.
    you put a great idea but its too short..give some detail on this topic