સ્ટેજ પર બોલવા માટે ટિપ્સ – વિવેક સુરાણી

  • સ્ટેજ પર આવ્યા પછી માઈક સામે આવીને/ માઈક હાથમાં લઈને તરતજ બોલવાનું શરૂ નહીં કરતા પ્રથમ માઈક ચેક કરો.
  • જો સ્ટેન્ડવાળું માઈક હોય તો તમારી ઊંચાઈ મુજબ તેને ગોઠવો. માઈકનું માઉથ-પીસ તમારા મોઢા પાસે આશરે ચાર થી પાંચ આંગળીઓ જેટલું દૂર રહે તેમ ઊભા રહો. 
  • માઈક ચાલુ છે કે બંધ તે તપાસવા માટે માઈકમાં કયારેય ફૂંક મારીને ન તપાસો. ઘણા વકતાઓ માઈકના માઉથ-પીસને ઉપરની બાજુએ આંગળીથી ટકોરા મારી તપાસે છે જે અયોગ્ય છે. માઈકને બાજુએથી આંગળીથી/નખથી ટકોરા મારી તે ચાલુ છે કે બંધની ખાતરી કરો. 
  • માઈકમાં તમારો અવાજ ચેક કરવા માટે પહેલા ધીમેથી હેલો શબ્દ બોલો. જેથી તમને ખ્યાલ આવશે કે માઈક દૂર છે કે વધારે નજીક છે, અવાજ કેટલો મોટો રાખવો પડશે ? વગેરે. 
  • જો હેન્ડ માઈકનો ઉપયોગ કરવાનો હોય તો મોઢા અને માઈક વચ્ચે યોગ્ય અંતર સ્પીચના અંત સુધી જાળવી રાખો. 
  • સ્પીચ દરમ્યાન સાઉન્ડ સિસ્ટમમાં કોઈ ગરબડ થાય તો સ્પીચને બંધ કરી શાંતિથી ઊભા રહો. ગરબડ દૂર થાય (રીપેર થાય) ત્યારબાદ ફરીથી સ્પીચ આગળ શરૂ કરો. 
  • માઈકમાં તમારા અવાજની તીવ્રતા વધારે છે કે ઓછી તે જાણવા તમે તમારી જાણીતી વ્યકિતને શ્રોતાઓમાં બેસવા કહી તેના દ્વારા મળતા સંકેતા મુજબ વધારી કે ઘટાડી શકાય. 
  • જ્યારે સ્પીચ પૂર્ણ થાય ત્યારે હેન્ડ માઈક સભા સંચાલક / કાર્યક્રમના સંચાલકને સોંપીને જાઓ.

[ ગુજરાતના ધબકતા શહેર અમદાવાદમાં જન્મેલા યુવા લેખક શ્રી વિવેક સુરાણીએ બોલે તેના બોર વેચાય નામનું VCD સાથેનું એક સુંદર પુસ્તક લખ્યું છે. સારા વકતા બનવા ઈચ્છનાર દરેકે આ પુસ્તક વાંચવું રહ્યું. આ પુસ્તક વિશે વધુ માહિતી મેળવવા સંપર્ક કરો : e-mail : info@creatorsindia.com   visit : www.creatorsindia.com  ફોન : +91 (079) 26633667 ]

Advertisements

One response to “સ્ટેજ પર બોલવા માટે ટિપ્સ – વિવેક સુરાણી