ધુમ્મસનાં વન – દર્શના

પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન
એનીયે આરપાર અટવાતી કેડીએ
કેમ કરી જાશું ત્યાં સંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

વણઉકલ્યા સંદેશે ગાજયાં ગગન
એમાં રે મલકંતી ચમકંતી વાદળીએ
કેવો રે જાગ્યો ઉમંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

છાયાં છવાઈ રહ્યાં ઝાકળ સુમન
ભીંજીરે આંખલડી કેવી એક પલકારે
કેવો રે ઝીલ્યો સતરંગ
પાંપણને કયારે ઉગ્યા ધુમ્મસનાં વન

Advertisements

2 responses to “ધુમ્મસનાં વન – દર્શના

  1. Very nice poem very nice words. congratulation to writer.

  2. Rakesh Chavda,
    Thanks.
    I am glad you enjoyed the words.
    Darshana