છતાં – રસિક ચંદારાણા

બહાર ભટકો છો, શું કામ ?
        બધું અહીં જ ભર્યું છે !
જ્યાં ત્યાં શોધો છો, શું કામ ?
        શોધાયેલું જ પડ્યું છે !
દોડયા દૂર દૂર, રઝળ્યા જ્યાં ત્યાં,
        ન લીધો વિશ્રામ !
રહ્યા નિરંતર, છતાં એ અંતર,
        ન આવ્યો અંજામ !
અંતર નથી, અંતરમાં જ છે,
        છતાં અંતરે શોધો છો !
નજીક છે, ઓજસમાં જ છે,
        છતાં અંધારે ભટકો છો !

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.