સુવિચારોનું સંકલન – કિરીટ પરમાર

ક્ષમા એ વીરનું આભૂષણ છે, માત્ર શકિતશાળી વ્યકિત જ ક્ષમા આપી શકે છે.

ગમે તેવી પરિસ્થિતિમાં હૈયુ મજબૂત હશે તો તમામ વિકલ્પોનો માનવી સામનો કરી શકશે

કેટલા આશ્ચર્યની વાત છે કે લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માગતા.

વિશ્વાસ જીવન છે, સંશય મૃત્યુ છે.

પસ્તાવું ન હોય તો કોઈ પણ કામ કરતાં પહેલાં એ અંગે દશવાર વિચારો.

આશાભરી વાતો કરવાથી આપણા મનના વિચાર આશાવાદી બને છે.

પૈસાદાર દોસ્ત બોલાવે તો જ ઘરે જાવ, ગરીબ દોસ્ત ન બોલાવે તો પણ તેને ઘરે જાવ.

ખુશ કરવાની કલા ખુશ રહેવામાં છે.

સાચો માણસ એ છે કે બુરાઈનો બદલો ભલાઈથી કરે છે.

પ્રેમ પ્રાપ્ત કરવો તેના કરતાં વિશ્વાસ પ્રાપ્ત કરવો વધુ અભિનંદનીય છે.

જાત ઉપર આધાર રાખનાર માનવી ચારિત્રયશીલ અને અભિનંદનીય છે.

તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

એ વ્યકિત પરમ સુખી છે જેની પાસે વિવેકનો વાસ છે.

આપણી જરૂરિયાતો જેટલી ઓછી થતી જાય એટલા આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ.

આપણું હ્રદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે.

જ્યાં સુધી તમારાથી બની શકે ત્યાં સુધી ભરપૂર ભલાઈ કરો.

વાણી જ માનવીનું એક એવું આભુષણ છે જે બીજા આભુષણોની માફક ઘસાતું નથી.

માણસને કામ નહીં પણ આરામ થકવી નાખે છે.

કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો !

એક ભયંકર ડાકુ કરતા એક ખરાબ પુસ્તક વધુ ભયંકર છે.

ચિંતાથી સુખ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે.

ચિંતા એ આજ સુધી કોઈપણ કાર્યને પૂર્ણ કર્યું નથી.

જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે.

સમય અણમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદ્ઉપયોગ કરો.

જુઠ ના અસંખ્ય રૂપો હોય છે, જ્યારે સત્યનું ફકત એક જ રૂપ હોય છે.

માંગ્યુ મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે.

તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં.

સૂર્યની દ્રષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે.

સુખી થવાનો સહેલામાં સહેલો રસ્તો એ જ છે બીજાને સુખ આપવું. ગામમાં આવેલી વાવમાં જઈને આપણે બોલીએ કે ‘તુ ચોર છે’ તો શું પડઘો આવે ? ‘તું ચોર છે’ આ સાંભળવું ગમશે ? ના. તો પછી શું બોલવું જોઈએ ? ‘તુ રાજા છે.’ તેવો જ અવાજ આવશે. આથી સાબિત થાય છે કે દુ:ખ આપવાથી, તેના પડઘા સ્વરૂપે આપણને દુ:ખ જ મળે છે. અને તે ન ગમતું હોય તો આપણે આપણે બીજાને સુખ આપવું, તેથી તેના પડઘા સ્વરૂપે આપોઆપ આપણને સુખ પ્રાપ્ત થાય. મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો તે માનવ ધર્મ છે. માનવધર્મ એટલે આપણને જે ના ગમતું હોય તે બીજાને ના આપવું. જેમ કે દુ:ખ. જીવમાત્રને સુખ આપવું તે ધર્મ છે.

સંસારમાં આ પ્રમાણે રહેવું :

એટલા નરમ ના બનશો કે લોકો તમને ખાઈ જાય.
એટલા ગરમ ના બનશો કે લોકો તમને સ્પર્શી પણ ન શકે.
એટલા સરળ ના બનશો કે લોકો તમને બનાવી જાય.
એટલા અતડા પણ ના બનશો કે લોકો તમને મળતા ખચકાય.
એટલા ગંભીર ના બનશો કે લોકો તમારાથી કંટાળી જાય.
એટલા છીછરા ના બનશો કે લોકો તમને ગણકારે જ નહીં.
એટલા મોંધા પણ ના બનશો કે લોકો તમને બોલાવી પણ ના શકે.
એટલા સસ્તા પણ ના બનશો કે લોકો તમને નચાવી જાય.

કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે ? દૂધમાં સાકર મળે ત્યારે એ મરી જતી નથી, જીવે છે – મધુરતારૂપે જીવે છે.

ઘણીવાર એવું બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડીએ છીએ અને મુકુટ આપણી વાટ જોતો હોય છે.

Advertisements

2 responses to “સુવિચારોનું સંકલન – કિરીટ પરમાર

  1. માણસે કેવી રીતે જીવવું જોઈએ તેનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવેલ છે. ખૂબ જ સુંદર માણસને વિચારતા કરી મૂકે કે જીંદગી કેવી રીતે જીવવી જોઈએ તેની રીત બતાવવામાં આવી છે.

  2. Nice no words at all Please send more….