શંકરના સાત વાર – કૃષ્ણપ્રસાદ ભટ્ટ

સોમે તે શંકર ચાલ્યા રે,
            મહાવનના તે મારગ ઝાલ્યા રે,
આવી વનમાં પદ્માસન વાળ્યું રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે.

મંગળે શંકરે તપ આરંભ્યું રે,
            એથી ઈન્દ્રનું આસન ડોલ્યું રે,
દેવની થરથર કંપી કાય રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

બુધે ઉમિયાજી ગભરાય રે,
            વિના શંભુ નવ રહેવાય રે,
મનથી એ તો બહુ મૂંઝાય રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

ગુરુએ માએ બુધ વિચારી રે,
            વન જવા કરી તૈયારી રે,
નંદી ભૃગી લીધા સાથ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

શુકરે સતી વન આવ્યા રે,
            જોઈ ભોળાને હરખાય રે,
ભંગ તપ કરાવવા ધાર્યું રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

શનિએ સતી થયા ભીલરાણી રે,
            કરી નૃત્ય રિઝવ્યા ત્રિશુળપાણી રે,
જાગ્યા શંકર ભાન ભુલી રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

એ તો હરખાયા મનમાં અતિ રે,
રવિ એ જાણ્યા ભોળાએ સતી રે,
ઝાલી હાથ આવ્યા કૈલાશ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

સાત વાર આ કોઈ ગાશે રે,
            તે તો ભોળા પાસે જાશે રે,
કહે દાસ તણો દાસ રે,
            ભોળા શંભુ શુઘ શદાયે લેજો રે…

Advertisements

One response to “શંકરના સાત વાર – કૃષ્ણપ્રસાદ ભટ્ટ

  1. ૐ નમ: શિવાય
    ભોલે બાબાની જય હો