કોની કિતાબમાં ? – હરીન્દ્ર દવે

‘સાચું એ હોય છે જે સદા આવે ખ્વાબમાં ?’
તારા જ પ્રશ્ન પૂછી લીધો મેં જવાબમાં.

મારા પ્રણયમાં ક્યાંય કશી યે કમી નથી,
તારી જ ભૂલ લાગે છે મારા હિસાબમાં.

તારાં નયનની કોરથી અશ્રુ ઢળી રહ્યાં,
ફૂલોનો એક પ્રવાહ વહ્યો ફૂલછાબમાં.

શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું,
ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં.

લાગે છે મુજ વિશાળતા વિસ્તાર પામશે,
આવે છે એક વિરાન ધરા રોજ ખ્વાબમાં.

મારી નજરનું નૂર જગતને નિહાળતું,
બીજો કોઈ પ્રકાશ નથી આફતાબમાં.

હમારી વ્યથાની આવી કહાની ન હોય કૈં,
મૂક્યું છે મારું નામ આ કોની કિતાબમાં ?

Advertisements

2 responses to “કોની કિતાબમાં ? – હરીન્દ્ર દવે

 1. harindra saaheb ni anya kruti o ni jem j aa pan ek sampoorna kruti chhe…….

  ketli saras rite ekn nishfaL prem ni dukhad sthiti ne saraL rite kahi didhi chhe emne……

  ane keve oondi vaat kari chhe…..
  શુધ્ધિનાં સાધનોથી ન સૌંદર્ય શોભતું,
  ઝાકળ પડે તો દાગ રહે છે ગુલાબમાં

  લાગે છે મુજ વિશાળતા વિસ્તાર પામશે,
  આવે છે એક વિરાન ધરા રોજ ખ્વાબમાં.

  મારી નજરનું નૂર જગતને નિહાળતું,
  બીજો કોઈ પ્રકાશ નથી આફતાબમાં.

  ane aa juo…….potaani nishfaLtaa ne sweekarvi ketli kaThin hoy chhe??
  હમારી વ્યથાની આવી કહાની ન હોય કૈં,
  મૂક્યું છે મારું નામ આ કોની કિતાબમાં ?

 2. વાંચકોના લાભાર્થે- આ ગીત શ્રી મનહર ઉધાસે બહુ જ સુંદર લયમાં ગાયું છે.