કંઈક કષ્ટ છે એ વાત – રમેશ પારેખ

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર
જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે
સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે
તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક
મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું
તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

Advertisements

4 responses to “કંઈક કષ્ટ છે એ વાત – રમેશ પારેખ

 1. બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
  બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

  taddan saachi vaat kari chhe ramesh saaheb e……

  khoob saras gazal chhe ramesh saaheb ni……

  hraday thi ene anubhavi, vaagoli ane maaNi……

 2. કેટલી સત્ય હકિકત થઈ ગઈ સ્વ. શ્રી રમેશભાઈ માટે.

  નીલા

 3. વિજયસિંહ મંડોરા

  હાસ્ય = જ્યોતિન્દ્ર દવે એમ જ કાવ્ય/ગીત = રમેશ પારેખ કહી શકાય. તેમના કાવ્યોમાં નિવ્રુત્ત વ્યક્તિની પીડા પણ ઝીલાઇ છે અને યૌવનને ઉંબરે આવેલ છોકરીનું ગીત પણ તેમણે ગાયું છે. તેઓ હંમેશા નાવિન્યપૂર્ણ જ લખતાં/રચતાં. કવિતા વાંચવાનો પ્રસંગ આવે ત્યારે “છ અક્ષરનું નામ” સતત ફ્લેશ થયા કરે મનમાં. તેઓ જ્યાં પણ હો બસ આવું સર્જન કરતા હો તેવું ઇચ્છું.

 4. Many Congratulations on developing such a wonderful website. I’ve been in search of one particular Gujarati Poem since long. Appreciate if someone at your end could find this poem for me. The wording goes like this “Parth Ne Kaho Chadhave Baan, Havee To Uddh Ej Kalyan”
  I’ll be truly greatful if you manage to send it to the said email id.

  Many Thanks in advance and God bless.