જીવન, પળ પળ બદલે રૂપ…
એ જ નથી સમજાતું
એનું સાચું કિયું સ્વરૂપ ?
આંસુભીની એક ઘડી
તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખૂલે સંજોગ નામની
અણધારી જ ચબરખી
! લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ….
કોઈ ઉખાણું માની બૂજે,
કોઈ સફર કહી ચાલે !
કોઈ વળી, બેપરવા નખશિખ-
નિજમસ્તીમાં મ્હાલે !
રૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…..
Advertisements
Hi..
This is fantastic poem…