હેલ્થ ટિપ્સ : ડૉ. હરીશ ઠક્કર

 • જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
 • ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.
 • કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
 • તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્યમાત્રામાં આવે છે.
 • ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
 • રોજરાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.
 • અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.
 • બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.
 • દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.
 • આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.
 • ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.
 • કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.
 • ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
 • જરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.
 • કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.
 • ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.
 • સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.
 • વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
 • નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.
 • કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.
 • નિયમિતરીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
 • એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.
 • કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.
 • કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.
 • ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.
 • અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.
 • તલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.
 • અશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શકિત વધે છે.

તંત્રીની નોંધ (રીડગુજરાતી.કોમ)

આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અકસીર હોય છે. સુરતના સુપ્રસિધ્ધ ડૉ. હરિશ ઠકકર અને ડૉ. તૃપ્તિ ઠકકરે આપણા ગુજરાતી સાહિત્યને 50 થી વધુ અણમોલ કહી શકાય એવા સુંદર આયુર્વેદિક ગુજરાતી પુસ્તકોની ભેટ આપી છે. તેમના પુસ્તકોમાં આપણું પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન અને દાદીમાના ટૂચકાઓનો અદ્દભુત સંગ્રહ સમાયેલો છે. તેમણે સુશ્રુતસંહિતા અને ચરકસંહિતા જેવા મહાન આર્યુર્વેદિક ગ્રંથના ગુજરાતી અનુવાદ કરેલા છે. આ લેખમાં આપેલ ટૂચકા તેમના ‘હેલ્થ ટીપ્સ’ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે. રોજેરોજ આપણને ઉપયોગી થાય તેવા તેમના છ સુંદર પુસ્તકો જેવા કે (1) હેલ્થ ટિપ્સ (2) ઘડપણના રોગો (3) દાદીમાનું દેશીવૈદું (4) હ્રદયરોગ (5) સંધિવા (6) ડાયાબિટીસ – આ તમામ પુસ્તકો ખરેખર વસાવાલાયક છે. પ્રત્યેક પુસ્તકની કિંમત માત્ર 12 રૂપિયા છે. આ પુસ્તકો “સાહિત્ય સંગમ” પ્રકાશન, સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ પુસ્તક મેળવવા માટે આપ સીધો જ ડૉ. હરીશ સાહેબનો સંપર્ક કરી શકો છો. તેમનો મોબાઈલ નંબર છે : 98254 94968 આ સિવાય આપને બીજી કોઈ માહિતી આપને જોઈતી હોય તો મને લખો.

Advertisements

6 responses to “હેલ્થ ટિપ્સ : ડૉ. હરીશ ઠક્કર

 1. Can u write about obesity? How to reduce by weight? How to keep voice good?
  Than you.

 2. can u write is how to improve weight ? pls……thank you very much

 3. Hello,

  I’m from anand city. I want to know certain effective & strong Tips for the following problems :

  1) For the Joints of the whole Body paining & getting almost Jammed.Kindly suggest.
  2) Only Joints of the Knees are paining & could not able to move the legs or could not able to walk, get up etc. Kindly suggest very effective tip for this.

  3) Due to cold thru’ allergy of Environment/ surrounding of the residence / area & from cold getting cough in which chest is filled with thick & yellowish cough which force to cough severly & strongly. Due to this, the veins near eye got clogged & spread in eye.
  The paitent get hard to breath & coughing constantly caused looseness in whole body. Kindly guide the best & most effective tip for the above said point because this happened to a small kid of 4-5 years & he is suffereing since 1 year old & frequently he is suffereing. I want to get rid this problem from root itself. please, I request you to get me full & detailed guidence for this.I’ll be very grateful.

  4)Paining of muscles of Legs very constantly. Kindly suggest.

  I request you to guide me your best & most effective tips for all the above problems which shold get rid from the root itself.

 4. Hello sir I am a veterinarian.
  I want to know about books on ayurvedic medicine in Animal Practice in Gujarati. If u found any thing for same please tell me.
  Jayesh

 5. i want to submit some thing so what can i do please reply i am 10yrs study in5th class at rajkot in nirmala covent school

 6. sir i am 10 yrs stydy in 5th mara last month thi hairfall noa problem che so what to i do?