છેલ્લી વાર – હર્ષ બ્રહ્મભટ્ટ

સંબંધોની આડે અનોખી દીવાર,
તમે સમજો કિલ્લો ને હું આરપાર.

તમારી પરસ્તિશ, તમારી જ રઢ,
મને ક્યાં ખબર છે દુવાના પ્રકાર ?

પ્રતીક્ષાના ગુલમ્હોર આંખે ઊગ્યા,
જગત સમજે એને નશાનો ખુમાર.

ટહુકાને બદલે છે કોયલનો કાગળ,
ને તોયે છે આંબાને આવ્યો નિખાર.

અડે જળ ને સળગે છે યાદોની લાશ,
હશે કોઈ ગાતું હ્રદયથી મલ્હાર.

તિમિરનો અભિશાપ એને મળ્યો,
સળગતા સૂરજનો ન થતો ઉગાર.

હકીકતનું મૃગજળ પિવાડી દો એને,
શમણાંનું હરણું શ્વસે છેલ્લી વાર.

Advertisements

2 responses to “છેલ્લી વાર – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. vaah…….khub saras……..
  bijo sher khub j gamyo…….”daad qabool karein”……

  અડે જળ ને સળગે છે યાદોની લાશ,
  હશે કોઈ ગાતું હ્રદયથી મલ્હાર.

  fantastic……….biju shu kahu??? “dil thi nikle chhe fakta ne fakta tamaaraa vakhaan”………

  હકીકતનું મૃગજળ પિવાડી દો એને,
  શમણાંનું હરણું શ્વસે છેલ્લી વાર.

  maaraa ek shamnaa ne pan have haqiqat nu “mrug-jal” pivdaavavu padshe……….(this is my personal thing ..so, hope u won’t try to resolve it…. :)…)

  fari ek vaar daad kabool karo……..ghani j saras gazal……….weldone…….