બસ એમ જ – સારંગ અનાજવાલા (‘અહ્ન’)

શું કહું – છે શી અસર, એક તારા સ્મિતની;
આયખું આખુય વીતે, એક પળમાં જાણે બસ એમ જ.

સોનેરી સુરજ, ગુલાબી સંધ્યા, ને રૂપેરી ચંદ્રમા;
મંત્રમુગ્ધ છે સૌ અહીં, તુજ રૂપથી જાણે બસ એમ જ.

ના ઢાંક નમણાં હાથે, રૂપાળા વદનને તું;
કંઈ કેટલાં ‘અહ્નો’ શ્વસે છે, જોઈ તુજને બસ એમ જ.

ના ગેરસમજ કરશો, નથી આ વર્ણન ‘અહ્ન’ના પ્રેમનું;
આ તો કલમ-પ્રયોગનું, કંઈ મન થતું’તું આજે બસ એમ જ.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.