ટીપુ સુલતાન !

એકવાર એક સ્કુલમાં ઈતિહાસના શિક્ષક રજા પર હતાં એટલે ઈતિહાસનો પીરીયડ વિજ્ઞાનના શિક્ષકને લેવો પડયો. શિક્ષક કલાસમાં પ્રવેશ્યાં.

શિક્ષક (નટુને) : જા તો નટુ, એક ગ્લાસ પાણી લઈ આવ તો.
નટુ પાણી લઈ આવે છે.

શિક્ષક (કલાસના બાળકોને સંબોધી) : બાળકો, આ શું છે ?
બાળકો : ગ્લાસ છે, સાહેબ.

શિક્ષક : ગ્લાસમાં શું છે ?
બાળકો : પાણી છે, સાહેબ

શિક્ષક ગ્લાસમાંથી થોડું પાણી પોતાની આંગળી પર રેડે છે.

શિક્ષક : બાળકો, મારી આંગળી પર શું છે ?
બાળકો : ટીપું છે સાહેબ.

શિક્ષક : બસ તો, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.