સો વરસનો થા – ઉમાશંકર જોશી

આજ તો છેને એવું બન્યું-
એવું બન્યું, બા !
ચાટલામાં હું જોવા જાઉં,
શું હું જોતો આ ?-
સફેદ માથું, સફેદ દાઢી,
સફેદ મોટી મૂછો !
ગભરાઈ જતાં જતાં મેં તો
સવાલ તરત પૂછયો:
હસે છે મારી સામે લુચ્ચું
કોણ રે કોણ છે તું ?
ચાટલામાંથી પડયો પડઘો
તરત ઘડી : “તું !”
આ તો નવી નવાઈ, આવું
બનતું હશે, બા ?
બા હસી બેવડ વળી કહે:
“સો વરસનો થા.”

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.