રમુજનો રાજા

કોઈ એક ગામની બહાર એક વિમાન ટૂટી પડયું. તમાં 40 મુસાફરો માર્યા ગયા હોવાનો અંદાજ હતો. સરકાર તરફથી એક ટૂકડી મોકલવામાં આવી જેથી, કાટમાળની નીચે દટાઈ ગયેલી લાશો જલ્દીથી નીકાળી શકાય. બધા સમયસર કામગીરીમાં લાગી ગયા. જ્યાં વિમાન પડયું હતું તે સમગ્ર વિસ્તારનો કાટમાળ ખસેડીને સખત ખોદકામ કરવામાં આવ્યું. બે દિવસ પછી એ ટૂકડીએ સરકારને રીપોર્ટ આપ્યો કે કુલ 200 જણનાં મોત થયા છે કારણકે 200 લાશો મળી છે. સરકાર ચિંતામાં આવી ગઈ, કે પ્લેનનું બુકિંગ 40 જણનું હતું અને આ 200 લાશો કેવી રીતે મળી. ઘણા બધી તપાસને અંતે તેનો ભેદ ખૂલ્યો કે, જે જગ્યાએ પ્લેન પડયું હતું ત્યાં કબ્રસ્તાન હતું !!

નટુ : તને મોબાઈલમાં જે એસ.એમ.એસ હોય છે એનું પૂરું નામ ખબર છે ?
ગટું : ના, યાર. તું જ કહી દે ને.
નટુ : સરદાર મનમોહન સિંઘ (એસ.એમ.એસ)

શેરીમાં નવા રહેવા આવેલા ભાડૂઆત તેના પડોશીને પૂછે છે.
ભાડૂઆત : શું તમારો દીકરો છે ?
પાડોશી : હા, એક દિકરો છે.
ભાડૂઆત : શું તે સિગરેટ પીએ છે ?
પાડોશી : ના.
ભાડૂઆત : વાહ ! તમારો દીકરો કેટલો સારો છે ! અત્યારે આવા સંસ્કારી છોકરાં મળવા મુશ્કેલ છે. તેની ઉંમર કેટલી ?
પાડોશી : ત્રણ મહિના.

મહેમાન : બાળકોને પૈસા એકઠા કરવા તમે ગલ્લો શા માટે નથી લાવી આપતા ?
યજમાન : અમારો અનુભવ એવો છે કે ગલ્લો બાળકોને કંજૂસ અને મા-બાપને ચોર બનાવી દે છે.

એક બહેન (દુકાનદાર ને) :  તમારે ત્યાં સાબુ હશે ?
દુકાનદાર : છે ને બહેન, કયો આપું ?
બહેન :  ના જોઈતો નથી. સાબુ હોય તો તમે હાથ ધોઈને એક કીલો ચોખા આપો ને !

દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વાતચીત:
દિવેલ હશે ?
ના સાહેબ.
ભલે, એક કિલો વૉશિંગ પાવડર આપો.
અરે, ગઈ કાલે જ ખલાસ થઈ ગયો.
ઠીક, અઢીસો ગ્રામ ચા આપો.
ચા તો આજે સાંજે આવશે.
તો તાળું તો હશે જ
હા છે ને !
તો દૂકાનને તાત્કાલિક તાળું જ મારી દો.

Advertisements

4 responses to “રમુજનો રાજા

 1. majnu ko laila ka SMS nahi mila to majnu ne do dino tak khana nahi khaya, majnu marne wala hai laila ke pyar me aur laila baithi hui hai SMS free hone ke intjhar me,

 2. Apko miss karna roz ki bat hai,
  yad karna aadat ki bat hai,
  door rehna kishmat ki bat hai,
  pyar karna dil ki bat hai,
  magar Apko JHELNA ……………….
  >>>>>>>>>>>>> Himmat ki bat Hai,

 3. kharekhar, maraa jeva je gujarat thi dur vase chhe, tena dil ma readgujarati.com vase chhe….. 🙂

  Good luck and keep doing the gr8 job..

  Ishwar readgujarati.com ne vadhu ne vadhu pragati karaave…