પગ તમે… – દુલા ભાયા ‘કાગ’

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
      પ્રભુ, મને શક પડયો મનમાંયે.

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
     નાવ માગી નીર તરવા,
           ગુહ બોલ્યો ગમ ખાઈ:
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
      તો અમારી રંક જનની,
           આજીવિકા ટળી જાય…

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાયજી;
     પાર ઉતારી પૂછિયું તમે:
           શું લેશો ઉતરાઈ ?
નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
      ‘કાગ’ લ્યે નહિ ખારવાની,
           ખારવો ઉતરાઈ…

Advertisements

One response to “પગ તમે… – દુલા ભાયા ‘કાગ’

  1. મારી માતાની યાદ આવી ગઈ આ ભજન ખુબજ ગાતા હતા.

    નીલા