નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’

પરોઢિયે પંખી જાગીને
           ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
           ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
           સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
           ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
           રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
           તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
           તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
           નમીએ તુજને વારંવાર !

One response to “નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’

  1. બાળપણ યાદ આવી ગયું.

    નીલા