નહીં રે વિસારું હરિ – મીરાંબાઈ

નહીં રે વિસારું હરિ,
અંતરમાંથી નહીં રે વિસારું,
જળ જમુનાનાં ભરવાં રે જાતાં
     શિર પર મટકી ધરી…અંતર.

આવતા ને જાતા મારગ વચ્ચે
     અમૂલખ વસ્તુ જડી…અંતર.

પીળું પીતાંબર જરકસી જામા,
     કેસર આડય કરી… અંતર.

મોર મુગટ ને કાને રે કુંડલ
     મુખ પર મોરલી ધરી… અંતર.

શામળી સુરતના શામળિયા,
     જોતામાં નજર ઠરી… અંતર.

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
     વિઠલવરને વરી… અંતર.

Comments are closed.