મળી ગયા – હરીન્દ્ર દવે

મંઝિલનો રાહ લીધો સહારા મળી ગયા
મેં આદરી સફરને કિનારા મળી ગયા

જીવનનો પંથ એકલા કાપી નહીં શકત,
એ રાહ ઉપર કંઈક જનારા મળી ગયા.

દષ્ટિના ફેરથી બધાં દશ્યો ફરી ગયા,
જ્યાં જ્યાં નજર ઠરી ત્યાં નઝારા મળી ગયા.

એળે ગઈ નથી કદી રસમસ્તીની સુરા,
પાનાર જ્યાં હતા ત્યાં પીનાર મળી ગયા.

શાયરને સાંપડયા નથી દીદાર તિલ તણા,
માશુકને સમરકંદ-બુખારા મળી ગયા.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.