મજબુત માનસિકતા !!

ચુનીલાલ અને નથ્થુલાલ બંને મેન્ટલ હોસ્પિટલમાં પેશન્ટ તરીકે ભરતી થયા હતા. એક દિવસ બંને હોસ્પિટલમા સ્વિમિંગ પૂલની પાળી ઉપર ચાલતા હતા. એકાએક નથ્થુલાલે પૂલમાં ધૂબાકો માર્યો. તે તળિયે બુડબુડિયા કરતો ડૂબતો હતો. આ જોઈને ચુનિલાલે પણ પૂલમાં ધૂબાકો માર્યો અને નથ્થુલાલને ખેંચીને ઉપર લાવ્યો. 

હોસ્પિટલના ડોકટરે ચુનિલાલના હિરો જેવા કૃત્ય વિશે જાણ્યું એટલે ડોકટરને ખાતરી થઈ કે ચુનિલાલ હવે માનસિક રીતે સાજો થઈ ગયો છે. ડોકટરે ચુનિલાલને ડિસ્ચાર્જ કરવાનો આદેશ આપ્યો.  

ડોક્ટરે ચુનીલાલને કહ્યું: “ચુનિલાલ મારે તમને સારા અને ખરાબ એમ બે સમાચાર આપવા છે. સારા એ કે એક દર્દીને બચાવીને તમે મજબૂત માનસિકતાનો પુરાવો આપ્યો છે માટે તમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે. અને ખરાબ સમાચાર એ કે તમે જેને બચાવ્યો હતો તે નથ્થુલાલે બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.”
ચુનિલાલે કહ્યું: ‘એણે આત્મહત્યા નથી કરી. મેં જ એને સુકવવા બાથરૂમમાં લટકાવ્યો હતો. ડોક્ટર, મને ક્યારે રજા મળશે?’

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.