મા નો ગરબો રે

માનો ગરબો રે રમે રાજને દરબાર (2)

રમતો ભમતો રે આવ્યો કુંભારીને દ્વાર (2)
એલી કુંભારીની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં કોડિયાં મેલાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો સોનીડાને દ્વાર (2)
એલી સોનીડાની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં જાળીયા મેલાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

રમતો ભમતો રે આવ્યો ઘાંચીડાને દ્વાર (2)
એલી ઘાંચીડાની નાર, તું તો સુતી હોય તો જાગ (2)
માને ગરબે રે રૂડાં દિવેલીયા પુરાવો (2)

માનો ગરબો રે રમે રાજને દરબાર

Comments are closed.