માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો,
નભમાંથી જાણે પ્રભુતાએ પગ મુક્યો
   કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

મંદિર સરજાવ્યું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
   કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

માવડીની કોટમાં તારાના મોતી
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ
છ્ડી રે પોકારી માનો મોરલો ટહુક્યો
  કંકુ ખર્યુને સુરજ ઊગ્યો….માડી તારું કંકુ

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ કુમકુમ વેર્યા,
ગગનનો ગરબો માના ચરણોમાં જુક્યો,
  કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો …. માડી તારું કંકુ

Advertisements

3 responses to “માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો

  1. Madi taru kanku kharyu ne, maro bahu pasandgino garbo chhe.Maru city-Junagadh ma,Diwali vakhte perform karelo.
    jai Jalaram
    Jalashree-New Jersy

  2. These Garbas have taken me to the memory lane………back in India, mari vahali matru bhumi..

    Jasmine – Chicago