ગોળનો ધંધો

બે મૂરખાઓએ દૂકાન ચાલૂ કરી, પણ અઠવાડિયું થયું, તેમને ત્યાં કોઈ ઘરાક આવ્યું નહીં. એટલે આ બંને જણે દુકાનનું માર્કેટિંગ કરવા માટે વારાફરતી બજારમાંથી ચાલતા-ચાલતાં દુકાન તરફ આવવું અને કોઈક વસ્તુ ખરીદવાનું નાટક કરવું, જેથી લોકોને એમ લાગે કે આ દુકાને ઘરાક આવે છે એવો પ્લાન બનાવ્યો.

સૌપ્રથમ પહેલો મુરખો હતો તે દુકાને કાઉન્ટર પર બેઠો અને બીજાને સામેથી ચાલતા-ચાલતા આવવાનું કહ્યું.
બીજો ચાલતો-ચાલતો આવ્યો અને દુકાને આવી તેણે કાઉન્ટર પર એક બોટલ મૂકીને કહ્યું : એક કીલો ગોળ આપો ને !

પહેલો મુરખો તેની સાથે ઝઘડયો. આમાં એક કીલો ગોળ આવતો હશે ? તું તો સાવ મુરખો છે. જા ફરી થી નાટક કર. અને સાંભળ, આ વખતે બરાબર કરજે પેલો ફરી થી બજાર તરફ ગયો અને દૂકાન બાજુ ચાલતો ચાલતો આવ્યો. આવીને તેણે ફરી થી કાઉન્ટર પર બોટલ મૂકી.

500 ગ્રામ ગોળ આપોને.

હવે પહેલો મુરખો બરાબર અકળાયો. તેણે તેને કીધું, હવે તુ કાઉન્ટર સંભાળ. તને કાંઈ આવડતું નથી. હું બજારમાંથી ચાલતો ચાલતો આવું છું.

હવે પહેલો મુરખો બજારમાંથી ચાલતો ચાલતો આવ્યો. કાઉન્ટર પાસે આવીને 50 રૂપિયાની નોટ મૂકીને બીજા મુરખાને કહ્યું : એક કીલો ગોળ આપો ને.

બીજો મુરખાએ પૂછયું  : બોટલ લાવ્યા છો ?

One response to “ગોળનો ધંધો

  1. khub khub saras joks che lagbhag badha joks sambhlele hoy che pan a bilkul navo lagyo.