ઘરગથ્થુ નુસખાઓ : ભાગ-1

 • માવાના ગુલાબજાંબુ બનાવતી વખતે તેમાં સહેજ બુરૂ ખાંડ મિક્સ કરવાથી ગુલાબજાંબુ પોચાં બનશે. 
 • નરમ પડી ગયેલા ટામેટાંને એક્દમ ઠંડા પાણીમાં રાખી મુકવાથી તે કઠણ અને તાજાં બની જશે. 
 • પુસ્તકની અંદર ચંદનના ટૂકડા રાખી મુકવાથી તે પુસ્તકમાં ઊધઈ વગેરે જીવાત પડતી નથી. 
 • વધુ પડતી મીઠાઈ ખાવાથી શરદી થઈ ગઈ હોય તો ગોળ, ઘી અને સૂંઠની લાડુડી બનાવીને તેને સવાર-સાંજ ખાવાથી રાહત થાય છે. 
 • છાશમાં હળદર અને જુનો ગોળ મેળવીને નિયમિત પીવાથી પથરી ઓગળી જાય છે. 
 • માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો થયો હોય તો તે મટી જાય છે. 
 • લકવાના રોગીને ગોદંતી ભસ્મ અને ચોપચીની ચૂર્ણ 10 ગ્રામ લઈ તેમાં ઝેરકચોલાનું ચૂર્ણ 2 ગ્રામ મેળવી સારી રીતે ઘૂંટી મિશ્ર કરી સવાર સાંજ 3 ગ્રામ મધ કે પાણી સાથે આપવાથી ઘણો જ ફાયદો થાય છે. 
 • કોઈ પણ ગૂમડું પાકીને ફુટી ગયું હોય તો તેના ઉપર લીમડાના પાન વાટીને તેની લૂગદી બનાવીને ચોપડવાથી ઘા ઝડપથી રુઝાઈ જાય છે.  
 • રાત્રે સુતી વખતે તુલસીના પાન માથા નીચે તકીયાની ઉપર મૂકી રાખીને સૂવામાં આવે તો માથામાંની જૂ નાશ પામે છે. 
 • ખટમીઠાં દાડમના 100 ગ્રામ રસમાં 20 ગ્રામ સાકર મેળવીને રોજ બપોરે (ઉનાળામાં ખાસ) પીવાથી નસકોરી ફુટતી બંધ થઈ જાય છે. 
 • દહીંની છાશ બનાવતી વખતે તેમાં સંપુર્ણ પાણી નાખવાને બદલે થોડું પાણી અને થોડું દૂધ નાંખવાથી છાશ વધુ સ્વાદીષ્ટ અને ક્રીમી બને છે. 
 • ગાયના ઘી માં જાયફળ અને સૂંઠ ઘસી ચટાડવાથી શરદીના કારણે થતી તકલીફમાં રાહત થાય છે. 
 • કાપેલું બીટ લાંબો સમય સુધી તાજું રાખવા માટે તેમાં થોડું મીઠું અને બે ટીપાં લીંબુનો રસ નાખી રાખો. બીટનો રંગ પણ સચવાઈ રહેશે.  
 • ગેસને લીધે સોજા ચઢયાં હોય તો તુલસીનો રસ, ઘી અને કાળા મરીનો ભૂકો કરી દિવસમાં બે વખત પી જવાથી અચૂક ફાયદો થાય છે.  
 • કેટલાક લોકો ને વિનેગરની એલર્જી હોય છે. આવા લોકો વિનેગરના સ્થાને લીંબુના રસનો ઉપયોગ કરી શકે છે. 
 • વરસાદમાં પલળીને આવ્યા પછી તુલસીનો કે આદુનો ઉકાળો પીવાથી શરદી લાગશે નહિં. 
 • થોરના દૂધનો પેટ ઉપર લેપ કરવાથી પેટનો દુખાવો ચોક્કસ મટી જાય છે.  
Advertisements

3 responses to “ઘરગથ્થુ નુસખાઓ : ભાગ-1

 1. થોર ને પેટ પર જોર થી ઘસવાથી બધો દુખાવો મટી જાય .

 2. interesting reading.keep up the good work for the benefit of the gujaratis here.