છેલ્લો કટોરો – ઝવેરચંદ મેઘાણી

છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

સુર-અસુરના આ નવયુગી ઉદધી-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
આ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી તણા શું જોગ ખૂટયા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટયાં ?
જા, બાપ ! માત આખલાને નાથવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ચાલ્યો જજે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.