ચકલી – જુગતરામ દવે

આવીને ઊડી ના જઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ચપટી ચવાણું દઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ખોબલે પાણી પાઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ધૂળમાં રમવા દઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ખોળામાં બેસવા દઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને ઘરમાં રહેવા દઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તને માળો બાંધવા દઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !
તારાં બચ્ચાંને ઊભી ઊભી જોઈશ,
      ઓ ચકલી ! આવીને ઊડી ના જઈશ !

One response to “ચકલી – જુગતરામ દવે

  1. Neela Kadakia

    સુંદર બાળગીત છે.
    સંગીતમાં ઢાળવાનું મન થાય છે.

    નીલા