આપણે ભરોસે – પ્રહલાદ પારેખ

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ….

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાન ને
આપણે જ હાથે સંભાળીએ.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ !

હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

Advertisements

One response to “આપણે ભરોસે – પ્રહલાદ પારેખ

  1. તારા મારગમાં છે ઘોર અંધારું દિવો ચેતવી લે
    પ્રહ્લલાદભાઈની આ રચના યાદ આવી ગઈ. અરે! હું તો એમની વિદ્યાર્થીની હતી. તેમના પિરીડયરમાં મને ગાવા બોલાવતાં. કેમ ભુલાય એ દિવસો ? કેમ ભુલાય એમની પ્રાર્થનામાં ગાયેલું ભજન? ‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો.’ હા હું મોર્ડન સ્કુલ [મુંબઈ]ની વિદ્યાર્થીની તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું.

    ‘નમન કરું હું નત મસ્તકે તમને
    કેમ ભુલાય તમારી સાલસ અમને?’

    નીલા