મારવો તો મીર – મનુભાઈ ભટ્ટ

એક કહેવત છે કે મારવો તો મીર અને લૂંટવો તો ફકીર પણ આ કહેવતને પૂરેપૂરી જાણી લેવી જોઈએ.

આપણે બધા જ એક યા બીજી રીતે મહેનત કરીએ છીએ. જોકે મહેનત કરવીએ સદ્ગુણ છે. તમારાંમાં એ સદ્ગુણ હોય તો તમે ભાગ્યશાળી ગણાવ. પણ, મહેનત માત્ર ગધ્ધામજૂરી જેવી નહિ પણ તે સાચી દિશાની હોવી જરૂરી છે.

મહેનત પણ કોઈક ધ્યેય માટે હોવી જોઈએ અને તમારી મથામણ કોઈ ધ્યેયને પૂર્ણ કરવા માટેની હોવી જોઈએ. જો મહેનત જ કરવી હોય તો ઉંચા ધ્યેય માટેની જ કરો. નાની નાની બાબતો માટે સમય બગાડશો નહિ.

ઘણા લોકોને સહેજ સિધ્ધિ મળી એટલે અભિમાનમાં આવી જાય છે, પણ એ અભિમાન સાચું નથી. માણસો મહાન બન્યા છે. તેમનાં ઉદાહરણો આપણે જોઈએ છીએ. વાંચીએ છીએ. પણ તેઓનું નિશાન કેટલું ઊંચું હતું તે જાણવું જરૂરી છે. એટલે ઊંચા ધ્યેયને વળગી રહીને આગળ વધવું જોઈએ. 

તમે કલબના મેમ્બર હોવ કે ઊંચા હોદેદાર પણ તમારું ધ્યેય ઊંચું જ હોવું જોઈએ. એ રીતે આગળ વધશો તો જરૂર ફતેહ મળશે. અદમ્ય સાહસ આગળ કશું જ અશક્ય નથી. 

એટલું યાદ રાખો કે મર્સિડીઝ મોટરકાર બનાવનાર કંપનીનો માલિક એક સમયે મોટર મિકેનીક હતો. પણ તેણે ઊંચું ધ્યેય રાખ્યું હતું એટલે તે માલિક બની ગયો. 

તમારાં સમય અને શક્તિને કેન્દ્રિત કરો ને મારવો તો મીરની કહેવતને અનુસરો. 

ફકીરને લૂંટવો અર્થાત્  તેના સદ્ગુણો ગ્રહણ કરવા. મીરને મારવો એટલે ધ્યેયની નજીક જાવ.

ઉપર કહ્યું તેમ તમે મર્સિડીઝ કારને બનાવનારે પ્રચંડ ઉત્સાહથી કાર્યને સિધ્ધ કર્યું અને પોતાની પત્નીનું રૂણ અદા કરવા તેણે કારનું નામ મર્સિડીઝ રાખ્યું. 

ભારે મુશ્કેલીઓ આવે તો પણ ગભરાયા સિવાય નિશાન તરફ આગળ વધો તો મુશકેલીઓ પણ તેને અનુરૂપ જ બની જશે.

Advertisements

One response to “મારવો તો મીર – મનુભાઈ ભટ્ટ

  1. short, but really good article.
    ભારે મુશ્કેલીઓ આવે તો પણ ગભરાયા સિવાય નિશાન તરફ આગળ વધો તો મુશકેલીઓ પણ તેને અનુરૂપ જ બની જશે.
    readgujarati is another example to the truth of this sentense.